શ્રીનગર: જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના શ્રીનગર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. અહીં 233 મુસાફરો ભરેલું ઈન્ડિગો એરલાઈન્સનું વિમાન એરપોર્ટ પર જ જામેલા બરફ સાથે ટકરાયું. આ અકસ્માતના પગલે શ્રીનગર એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. જો કે અકસ્માતમાં કોઈ મુસાફરને ઈજા થઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારના મંત્રી Dhananjay Munde પર સિંગરે લગાવ્યો રેપનો આરોપ, કહ્યું- વીડિયો બનાવી બ્લેકમેલ કરી


એરપોર્ટ પર જામેલો બરફ બન્યો અકસ્માતનું કારણ
હાલના સમયમાં કાશ્મીરના મોટાભાગના વિસ્તારો ભારે બરફવર્ષાના કારણે સફેદ ચાદરથી ઢંકાયેલા છે. જેના કારણે મોટાભાગના રસ્તાઓ કાં તો બંધ છે અથવા તો એરપોર્ટ પર ફ્લાઈટ મોડી પડી રહી છે. જો કે એરપોર્ટનું સુચારું રૂપથી સંચાલન થાય તે માટે એરપોર્ટ પર મોટા પાયે વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ રનવેથી હટાવવામાં આવેલો બરફ એક ખૂણા પર જ છોડી દેવામાં આવ્યો. આ કારણે ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનો હિસ્સો તે બરફ સાથે ટકરાયો. 


Corona Update: રસીકરણ શરૂ થતા પહેલા સામે આવી મોટી ગડબડી, જાણો કોરોના લેટેસ્ટ અપડેટ


શ્રીનગરથી દિલ્હી જવાનું હતું વિમાન
મળતી માહિતી મુજબ ઈન્ડિગોની 6E-2559 નંબરની આ ફ્લાઈટ શ્રીનગરથી દિલ્હી(Delhi)ની ઉડાણ ભરવાનું હતું. અચાનક ત્યારે જ એન્જિનના જમણા ભાગમાં બરફ ફસાઈ ગયો. ત્યારબાદ તરત જ તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા અને આખા વિમાનની તપાસ કરવામાં આવી. જો કે બાદમાં વિમાનને દિલ્હી રવાના કરી દેવાયું. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube